Ticker

6/recent/ticker-posts

Computer Generation (કમ્પ્યૂટરની પાંચ પેઢીઓ)

 Computer Generation (કમ્પ્યૂટરની પાંચ પેઢીઓ) 

પ્રસ્તાવના : કમ્પ્યૂટરમાં Technology ના આધારે શરૂઆતના કમ્પ્યૂટરથી અત્યારના આધુનિક કમ્પ્યૂટર સુધી જે ફેરફારો થયા છે તે ફેરફારને Generation તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યૂટરની મુખ્ય પાંચ Generation છે. જે નીચે મુજબ છે.


(1) પ્રથમ પેઢી (1942-1955):

Computer Generation (કમ્પ્યૂટરની પાંચ પેઢીઓ)


  • 1942 થી 1955 સુધીનો સમયગાળો કમ્પ્યૂટરની પ્રથમ પેઢી માટેનો કહેવાય છે. આ પેઢીમાં કમ્પ્યૂટરની બનાવટમાં "Vaccume Tube" (વાલ્વ) નો ઉપયોગ કરવામાં આવેલો.
  • આ Vaccume tube નું કદ સામાન્ય રીતે ઘણું મોટું હોય છે. એક અંદાજ મુજબ આવી 18,000 tube ઉપયોગમાં લીધેલ જેને કારણે કમ્પ્યૂટરનું કદ વિશાળ અને અતિકાય બની ગયેલ જેથી આ કમ્પ્યૂટર વિશાળ પ્રમાણમાં જગ્યા રોક્તા હતાં.

  • આ પ્રકારના કમ્પ્યૂટર ચાલુ કરવા માટે મોટા પ્રમાણમાં વિજશક્તિ ખર્ચવી પડતી હતી. તદ્ઉપરાંત આ પેઢીમાં કમ્પ્યૂટર ઘણા જ મોટા પ્રમાણમાં ગરમી ઉત્પન્ન કરતાં હતાં. જેને કારણે મોટા-મોટા કોલ્ડરૂમ તૈયાર કરીને તેમાં આવા કમ્પ્યુટર રાખવામાં આવતા. આ પેઢીનાં કમ્પ્યૂટરને ચાલુ કરવા માટે 52 મિનિટ જેટલો સમય લાગતો. આ પેઢીના કમ્પ્યૂટરમાં એક વખત Program લખ્યા પછી સુધારા વધારા થઈ શક્તા ન હતાં. કમ્પ્યૂટરની પ્રથમ પેઢી દરમિયાન નીચેનાં કમ્પ્યૂટર બનાવવામાં આવેલ.

  • ENIAC, EDVAC, EDSAC, UNIVAC-1, UNIVAC-II, માર્ક-I, માર્ક-II, IBM વગેરે.

  • (2) બીજી પેઢી (1955 થી 1964) :

Computer Generation (કમ્પ્યૂટરની પાંચ પેઢીઓ)


  • 1955 થી 1964 સુધીનો સમયગાળો કમ્પ્યૂટરની બીજી પેઢી માટેનો કહેવાય છે. આ સમયગાળા દરમિયાન "વિલિયમ બી શોકલી" નામનાં Scientist દ્વારા બેલ લેબોરેટરીની અંદર Solid state device કે જે Transistor તરીકે ઓળખાય છે. તેની શોધ થઈ. Transistor નું કદ Vaccume tube ની સરખામણીમાં ઘણું જ નાનું હતું.
  • Transistor ઓછા વીજદબાણે ઝડપથી ગરમ થવાનો ગુણધર્મ ધરાવે છે. તેથી Vaccume tube ની જગ્યાએ હવે Transistor વપરાવવા લાગ્યા હતાં. Transistor વાપરવાથી Computer નું કદ પ્રથમ પેઢીનાં કમ્પ્યૂટરની સરખામણીમાં લગભગ અડધું થઈ ગયું હતું.
  • આ પેઢીમાં IBM Company દ્વારા IBM-1404, IBM-1000, UNIVAC-III પ્રકારના કોમ્પ્યુટર તૈયાર કરવામાં આવેલ હતાં.


(3) ત્રીજી પેઢી (1964 થી 1975) :

Computer Generation (કમ્પ્યૂટરની પાંચ પેઢીઓ)


  • 1964 થી 1975 સુધીનો સમયગાળો કમ્પ્યૂટરની ત્રીજી પેઢી માટેનો કહેવાય છે. આ સમય દરમ્યાન technology માં ઉત્તરોત્તર વિકાસ થવાને કારણે Solid state device અને જુદા-જુદા Component ને એકી સાથે Silicon ધાતુની Chip પર Integration કરવાનું શક્ય બન્યું જેને Integrated Circuit (IC) કહે છે. IC ને કારણે Computer ની size માં ખૂબ ઘટાડો થયો.
  • IC ને કારણે કમ્પ્યૂટરનું કદ પ્રથમ અને દ્વિતીય પેઢીનાં કમ્પ્યૂટર કરતાં ઘણું જ નાનું તૈયાર થયું.
  • તેને એક નાના ટેબલ પર મુકી શકાય તેટલું કદ ધરાવતું હતું.
  • ત્રીજી પેઢી દરમ્યાન નીચેના કમ્પ્યૂટર તૈયાર કરવામાં આવ્યા હતા. IBM-360, IBM-370, Barrogh 5700 6700 7700.


(4) ચોથી પેઢી (1975 થી 1985) :

Computer Generation (કમ્પ્યૂટરની પાંચ પેઢીઓ)


  • ઈ.સ. 1975 થી 1985 સુધીનો સમયગાળો કમ્પ્યૂટરની ચોથી પેઢી માટેનો કહેવાય છે. આ સમય દરમ્યાન semi-conductor technology નો ઉત્તરોત્તર વિકાસ થતો હતો. જેને પરિણામે ખૂબ મોટા પાયે, મોટી-મોટી ઈલેક્ટ્રોનિક સરકીટનું સંકલન કરવાનું શક્ય બન્યું. જેને Large Scale Integration [LSI] તરીકે ઓળખવામાં આવે છે. LSI ને કારણે હવે કમ્પ્યૂટરનું કદ ત્રણેય પેઢીની સરખામણીમાં ઘણું જ નાનું તૈયાર થયું એટલે કે જેને એક નાની ત્રિપાઈ કે ટેબલ પર મુકી શકાય તેવું નાનું થઈ ગયું.
  • આ સમયગાળા દરમિયાન Dbase, Wordstar, Lotus જેવા શક્તિશાળી Package બનાવવામાં આવેલ. આ પેઢી દરમિયાન નીચેના કમ્પ્યૂટર બનાવેલ.
  • IBM PC સિરીઝ, Apple Series, Intel 4004 વગેરે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ