Ticker

6/recent/ticker-posts

આંતરિક મેમરી ( Internal/Primary)/બાહ્ય/સેકન્ડરી ( External/Secondary)

આંતરિક મેમરી ( Internal/Primary)/બાહ્ય/સેકન્ડરી ( External/Secondary)


1) આંતરિક મેમરી ( Internal/Primary) :


(i) RAM (ii) ROM


(i) RAM (Random Access Memory) : આ એવા પ્રકારની મેમરી છે કે જેમાં ફેરફાર કરી શકાય તથા બિનજરૂરી માહિતીને દૂર કરી શકાય. RAM માં રહેલા Data Computer Switch off થવાથી નષ્ટ થઈ જાય છે. જેથી તેને Volatile Memory પણ કહેવામાં આવે છે.


(ii) ROM (Read only Memory): Memory Program Manufacturer તરફથી fixed હોય છે. તેમાં રહેલા Data ફક્ત વાંચી શકાય છે. તેમાં લખી શકાતું નથી કે ફેરફાર કરી શકાતો નથી. જેથી તેને Read only Memory કહેવામાં આવે છે. આ Memory non-volatile એટલે કે એવા પ્રકારની Memory કે જેમાં રહેલી માહિતી પાવર જાય તો પણ ભૂંસાતી નથી.


(2) બાહ્ય/સેકન્ડરી ( External/Secondary) :


(!) Floppy Disk  (!!) Hard Disk



(!) Floppy Disk : Floppy નું પુરુ નામ Flexible Physical Property છે. Floppy disk નો ઉપયોગ માહિતીનો સંગ્રહ કરવા માટે તેમજ માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે થાય છે. આથી તે Input-Output એમ બંને Device તરીકે કાર્ય કરે છે. Floppy disk તેની size અને સંગ્રહશક્તિને આધારે અલગ અલગ size અને ક્ષમતામાં જોવા મળે છે.


• 8 Inche : 360KB થી 1.2MB સ્ટોરેજ સાથે વ્યાપારી રીતે ઉપલબ્ધ પ્રથમ ફ્લોપી ડિસ્ક છે


• 5.25 inche : સ્ટોરેજ 160 KB થી 1.44 MB સુધીની છે


• 3.5 inche : સ્ટોરેજ 360 KB થી 2.88 MB સુધીની છે, જેમાં 1.44 MB સૌથી લોકપ્રિય કદ છે


 Hard disk


(ii) Hard disk: Hard disk એ કોમ્પ્યુટર નુ મુખ્ય સંગ્રાહક ઉપકરણ છે  તેની સંગ્રહ ક્ષમતા floppy disk કરતાં વધુ હોય છે. બધા જ જરૂરી સોફટવેર અને માહિતી તેની પર સંગ્રહ  રાખવામાં આવે છે. 


જેમાં માહિતીને સંગ્રહ કરવાની શક્તિ 10 MB [Mega bytes] થી 6 GB [Giga Bytes] સુધીની હોય છે. સામાન્ય રીતે જે જગ્યાએ વિશાળ પ્રમાણમાં માહિતીને સંગ્રહ કરવાની જરૂરિયાત હોય છે ત્યાં Hard disk નો ઉપયોગ થાય છે. 


સામાન્ય રીતે હાર્ડ ડિસ્ક પર સ્મુથ પ્લેટ પર મેગ્નેટીક મટીરીયલ્સનું પડ લગાડેલ હોય છે. આવી એકથી વધુ પડવાળી પ્લેટને ધોરી ઉપર એક પછી એક ફિકસ કરી બનાવવામાં આવે છે. આ ડિરક પેક એક ડ્રાઈવ પર લગાડેલ હોય છે. જેને મોટર દ્વારા ગોળ ફેરવવામાં આવે છે. ડ્રાઈવ પર ડિસ્કની બંને બાજુએ આવે તે રીતે હેડ ફીટ કરેલાં હોય છે. હેડ અંદર અને બહાર તેની રેડીયલ ડાયરેકશનમાં ફરી શકે છે. ડિસ્ક ગોળ ફરતી હોય છે જેથી જ્યારે હેડ નીચેથી ડેટા પસાર થશે ત્યારે ડેટા રીડ થશે અને તેજ રીતે લખવાની પ્રક્રિયા થાય છે. 

હાર્ડ ડિસ્ક સંગ્રહ શક્તિ ઘણી હોય છે. 80 MB, 120 MB, 260 MB, 540 MB, 640 MB, 1.2 GB, 2.1 GB, 4.3 GB, 8.4 GB, 10.2 GB, 17 GB, 20 GB....આમ, જુદી જુદી સાઈઝમાં તે ઉપલબ્ધ હોય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ