કીબોર્ડ Wireless Keyboard keys માહિતી
કમ્પ્યૂટરમાં જે માહિતી દાખલ કરીએ તેને Input કહે છે અને જે સાધનની મદદથી દાખલ કરીએ તેને Devices કહે છે જેમ કે Keyboard, Mouse વગેરે...
(1) કીબોર્ડ:
Keyboard એ Input Device છે. Keyboard ની મદદથી કમ્પ્યૂટરમાં માહિતી કે સૂચનાઓ દાખલ કરી શકાય છે. Keyboard મુખ્ય ચાર ભાગમાં વહેંચાયેલું છે.
હાલમાં Keyboard 101 કે 104 Key ના જોવા મળે છે.
Key-board માં દરેક Key ના ઉપયોગો.
Wireless Keyboard:
- હાલમાં wireless keyboard નો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે.
- Wireless keyboard એ દેખાવમાં સામાન્ય keyboard ની જેમ જ હોય છે. Wireless keyboard ની મદદથી type કરવામાં આવતો data એ infrared beam ની મદદથી computer માં transfer થાય છે. આ infrared beam ને computer માં join કરેલ હોય છે. જેની મદદથી keyboard પરથી મોકલેલ માહિતીનો beam receiver ને મળે છે.
Function keys:
આ ભાગમાં આવેલ F1, F2, F3.... F12 સુધીની Key ને function key કહેવાય છે. દરેક Program માં function key નો ઉપયોગ અલગ-અલગ હોય છે.
Alphabetical keys:
આ ભાગમાં A થી Z સુધી નો ઉપયોગ થાય છે. આપણે document type કરવા માટે આ keys નો ઉપયોગ કરીએ છીએ.
Numeric Keys:
જે ભાગમાં આંકડાઓ આવેલા હોય તેને Numeric keys કહે છે. જેમાં 0 થી 9 સુધીના અંકોનો સમાવેશ થાય છે. User ની સરળતા માટે આ key બે વાર આપવામાં આવેલી છે.
Special Keys:
Enter Key :
આ key ના બે ઉપયોગ છે. એક તો આ key ની મદદથી User કમાન્ડને C.P.U. સુધી પહોંચાડે છે અને તેનો અમલ કરાવે છે. બીજો ઉપયોગ એક લાઈન પરથી બીજી લાઈન પર જવા માટે થાય છે.
Spacebar Key :
બે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે Spacebar key નો ઉપયોગ થાય છે.
CapsLock Key :
CapsLock ચાલુ હોય ત્યારે Capital Letter માં લખાય છે અને બંધ હોય ત્યારે Small Letter માં લખાય છે.
Shift Key :
આ પ્રકારની બે Key Computer માં આવેલી હોય છે. CapsLock ચાલુ હોય ત્યારે અક્ષરો બીજી [abcd] માં લખવા હોય તો Shift દબાવીને જે તે કેરેક્ટર ટાઈપ કરવો. વળી, આ key ની મદદથી key ની ઉપર રહેલા કેરેક્ટરો પણ ટાઈપ કરી શકાય છે.
BackSpace Key :
કર્સરની ડાબી બાજુના અક્ષરો ભૂસવા માટે BackSpace [+] Key નો ઉપયોગ થાય છે.
Tab : આ key ની મદદથી પાંચ સ્પેસ આગળ જઈ શકાય છે. અહીં Tab key જરૂરી સ્પેસ પ્રમાણે પણ Set કરી શકાય છે.
Cursor Movement key/ Arrow:
⬆️ આ arrow ની મદદથી કર્સર ઉપર તરફ જાય છે.
⬇️ આ arrow ની મદદથી કર્સર નીચે તરફ જાય છે.
➡️ આ arrow ની મદદથી કર્સર જમણી તરફ જાય છે.
⬅️ આ arrow ની મદદથી કર્સર ડાબી તરફ જાય છે.
Ctrl and Alt Key:
આ બંને keys નો ઉપયોગ અલગ-અલગ Program માં અલગ-અલગ હોય છે.
0 ટિપ્પણીઓ