કમ્પ્યૂટર એટલે શું? (Characteristics of Computer]
કમ્પ્યૂટર એટલે શું? (Characteristics of Computer]
કમ્પ્યૂટર એ ખૂબ જ ઝડપથી કાર્ય કરતું ઈલેક્ટ્રોનિક સાધન છે. જેમાં ગાણિતીક તેમજ તાકિર્ક કાર્યો (Logical) કરી શકાય છે. જેમાં ઘણી બધી માહિતીનો સંગ્રહ કરી શકાય છે. સંગ્રહ કરેલી માહિતી પાછી મેળવી શકાય છે અને એનાં ઉપર જે કાંઈ પ્રક્રિયા કરવી હોય એ પ્રક્રિયા એકદમ ચોકસાઈ પૂર્વક અને ઝડપથી કરી શકાય છે. કમ્પ્યૂટર એવી સંરચના છે કે જેમાં મુખ્ય ત્રણ કાર્યો થાય છે.
INPUT UNIT
PROCESSING
OUTPUT UNIT
આમ, કમ્પ્યૂટર સંગ્રહ કરેલી વિગતો કે માહિતીનું યોગ્ય રીતે અર્થઘટન કરી તેની ઉપર પ્રોસેસ કરીને ઝડપથી Output આપતું સાધન છે.
કમ્પ્યૂટરની લાક્ષણિક્તાઓ (Characteristics of Computer]
(1) ગતિ (Speed):
કમ્પ્યૂટર એ ખૂબજ ઝડપથી કાર્ય કરતી ઈલેક્ટ્રોનિક સંરચના છે. જે કાર્ય મનુષ્યને કરતાં કલાકોના કલાકો લાગે છે તે જ કાર્ય કમ્પ્યૂટર ગણતરીની સેકન્ડોમાં જ કરી આપે છે. કમ્પ્યૂટર એક સેકન્ડમાં લાખો આંકડાઓની ગણતરી કરી આપે છે.
( 2) ચોકસાઈ અથવા ચોક્કસતા (Accuracy) :
કમ્પ્યૂટરમાં ગમે તેટલું મોટું work કરવામાં આવે તો પણ તે ક્યારેય પોતાનાં કાર્યમાં ભૂલ કરતું નથી. એટલે કે તે પોતાની ચોકસાઈ જાળવી રાખે છે.
(3) સ્મરણ શક્તિ (Memory Capacity):
કમ્પ્યૂટર વિશાળ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ વર્ષો સુધી કરી શકે છે. આ ઉપરાંત જ્યારે- જ્યારે સંગ્રહ કરેલ માહિતીમાંથી કોઈ ચોક્કસ માહિતીની જરૂરિયાત હોય ત્યારે તે માહિતીને ગણતરીની સેકન્ડોમાં જ મેળવી આપે છે.
(4) એકાગ્રતા (Concentration):
કમ્પ્યૂટર ક્લાકોનાં ક્લાકો સુધી સતત કાર્ય કરતું હોવા છતાં ક્યારેય તે કંટાળી જતું નથી એટલે કે તેની એકાગ્રતા ગુમાવતું નથી કે તેની કાર્ય કરવાની ઝડપમાં કોઈ ફેરફાર થતો નથી
(5) ઓલ રાઉન્ડર
કમ્પ્યૂટર કોઈપણ ક્ષેત્રનું કાર્ય દાખલ કરેલ માહિતી મુજબ કરી શકે છે. એટલે કે કોઈપણ વિષયને લગતી માહિતી દાખલ કરી તે વિષયનું કાર્ય કરાવવામાં આવે તો કમ્પ્યૂટર ખૂબ જ ઝડપથી તે કાર્ય કરી શકે છે.
(6) વિશ્વાસપાત્રતા
કમ્પ્યૂટરમાં સંગ્રહિત માહિતી ક્યારેય પણ ગમે તેટલો સમય પછી જોતા તે તેજ પ્રમાણેની જોવા મળે છે. 2 + 2 નું પરીણામ 4 જ આપે છે. તે સિવાયનું કોઈ પરીણામ આપતું નથી માટે કમ્પ્યૂટર વિશ્વાસ પાત્ર છે.
(7) ચિત્રાત્મક રજુઆત
કમ્પ્યૂટર ઉપર જરૂરીયાત મુજબના મકાનના પ્લાન, ડિઝાઈનો, કાર્ટુન ચિત્રો તૈયાર કરી શકાય છે.
0 ટિપ્પણીઓ