Computer માં શું install છે/The Recycle Bin /Windows Explorer
Computer માં શું install છે, કેટલી અને કઈ device computer સાથે connect છે, તેની કેટલી capacity છે, કઈ File કયાં છે, વગેરે My Computer પર click કરતાં જોવા મળે છે.
Desktop પર આપેલા My Computer ના Icon પર double click કરતાં My Computer Window open થાય છે. My Computer નો ઉપયોગ Computer ની hard disk ના drives તથા Control Panel અને removable storage devices ને access કરવા માટે થાય છે. My Computer ના ઉપયોગ દ્વારા Hard disk, CD, Floopy, DVD કે Pen drive માં રહેલા Folder ને access કરી શકાય છે.
The Recycle Bin :
કોઈપણ file કે folder ને delete કરવા માટે તેના પર right click કરી delete select કરવું. ત્યારબાદ તે file કે folder permanent (કાયમ) delete થવાને બદલે Recycle Bin માં store થઈ જાય છે. જો તે file permanent delete કરવી હોય તો તેને Recycle Bin માંથી delete કરવી પડે છે. અને હવે જો પાછી તેની જગ્યા એ લઈ જવી હોય તો તેને Restore કરવી પડે છે. Recycle Bin Hard diskની by default 10% જગ્યા રોકે છે.
Recycle Bin open કરવા માટે સૌપ્રથમ desktop પરના Recycle Bin ના icon પર double click કરતાં નીચે મુજબ screen જોવા મળે છે.
Delete file from Recycle Bin :
જો file ને કાયમ માટે delete કરવી હોય અથવા Recycle Bin ખાલી કરવું હોય તો નીચે મુજબના steps લેવા પડે.
સૌ પ્રથમ જે file કે folder ને delete કરવું છે તે select કરવું. ત્યારબાદ ડાબી બાજુ દર્શાવેલ list માંથી first option એટલે કે empty the
Recycle Bin ઉપર click કરવું. એટલે નીચે મુજબ message બતાવશે.
જો કાયમ માટે delete કરવું હોય તો Yes ઉપર click કરવું અને જો delete ન કરવું હોય તો No ઉપર click કરવું.
Restore the file :
જો file ને delete ન કરવી હોય પરંતુ તેની જગ્યાએ પાછી લઈ હોય તો તેને Restore કરવી પડે જેના steps નીચે મુજબ છે.
સૌ પ્રથમ જે file કે folder ને restore કરવું છે તે select કરવું.
ત્યારબાદ ડાબીબાજુ દર્શાવેલ list માં બીજુ option એટલે કે Restore this item ઉપર click કરતાં તે restore થઈ જશે.
Windows Explorer :
Windows Explorer ને open કરવા માટે બે mode આપવામાં આવેલ છે. Default mode એ સાદો અને ઉપયોગ કરવામાં સરળ છે, જેનું નામ My Computer છે. જે તમારા Desktop ઉપર જોવા મળે છે. અને બીજો એટલે કે An Advance Explorer mode જે તમને Start button પર right click કરતા જોવા મળશે. Windows XP માં આ બે પ્રકારના mode છે. જે તમને file તથા folder manage કરવામાં મદદગાર હોય છે.
Windows Explorer open કરવા માટે Start → Program→ Accessories → Windows Explorer પર click કરતાં નીચે મુજબ window open થાય છે. જેને Windows Explorer કહે છે.
0 ટિપ્પણીઓ